જાદરમાં ભરાયેલા મુધ્રણેશ્વર દાદાના મેળામાં માનવમહેરામણ ઊમટ્યું
DVAHM48070 | 9/2/2009 | Author : Bhaskar News, Umedghadh
આજે મેળાનો છેલ્લો દિવસ
ભાદરવા મહિનાના બીજા સોમવારે ઇડર તાલુકાના જાદર ગામમાં ત્રિદિવસીય મુધણેશ્વર દાદાનો મેળો ભરાય છે. આ મેળો બુધવારે સંપન્ન થશે. અનેક લોકો મુધણેશ્વર દાદાના દર્શનનો લાભ લઇ મેળામાં મજા માણી રહ્યા છે.
મેળો એટલે મિલન. ઇડર તાલુકાના જાદર ખાતે સોમવારથી ભરાયેલા ત્રિદિવસીય મેળામાં અનેક લોકો ઉમટી પડયા હતા. મેળામાં ચગડોળ, મોતનો કૂવો, ખાણીપીણીની દુકાન, સ્ટોલ ઉભા કરવામાં આવે છે. બીજા રાઉન્ડના વરસાદથી લોકોમાં મેળાનો મૂડ જણાતો નહોતો. પરંતુ મેઘરાજાએ વિસામો લેતાં લોકોમાં ખુશી વ્યાપી છે.
જાદરમાં આવેલ મુધણેશ્વર મહાદેવના મંદિરનો વિશિષ્ટ ઇતિહાસ છે. સ્વયંભૂ મહાદેવના પ્રાંગણમાં ઝેરી જાનવર કરડયા હોય તેવા લોકો આવી ઝેર ઉતારે છે. ઉપરાંત ગ્રામીણ પટ્ટાના શ્રઘ્ધાળુઓ નારિયેળની માનતા પૂર્ણ કરે છે. વેપારીઓ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર જાદરના મુધણેશ્વરના મેળામાં આશરે પચાસ હજારથી વધુ શ્રીફળ ચઢાવવામાં આવ્યા હતા. જૉકે દિવસ દરમિયાન મેળામાં આવનાર લોકોની સંખ્યા કરતાં રાત્રે ભીડ રહે છે....
|
|
More on Entertainment:
ક્વાંટના બૂથ પર ઇવીએમ ખોટકાયુ: દોઢ કલાક મતદાન બંધ રહ્યું
DVBAR61276 | 12/17/2012 12:00:00 AM | Author : Chetan Patel, Vadodara
વડોદરા જિલ્લાની પાવીજેતપુર વિધાનસભા બેઠકના કવાંટ મત વિસ્તારમાં સવારે એક ઇવીએમ ખોટકાઇ જતાં દોઢ કલાક સુધી મતદાન પ્રક્રિયા ખોરવાઇ ગઇ હતી. આખરે ઇવીએમ બદલી નખાયા બાદ ફરી મતદાન ચાલુ થયુ હતું. કવાંટ નગરની
વાઘોડિયારોડ પર મતદાન શરુ થતા જ ઈવીએમ ખોટકાયું
DVBAR61277 | 12/17/2012 12:00:00 AM | Author : Ajay Vatekar, Vadodara
વોટર સ્લીપના વિતરણમાં છબરડા સામે આવ્યાં
DVBAR61280 | 12/17/2012 12:00:00 AM | Author : Sanjay Shah, Vadodara
ક્વાંટના બૂથ પર ઇવીએમ ખોટકાયુ: દોઢ કલાક મતદાન બંધ રહ્યું
DVBAR61287 | 12/17/2012 12:00:00 AM | Author : Chetan Patel, Vadodara
વડોદરા જિલ્લાની પાવીજેતપુર વિધાનસભા બેઠકના કવાંટ મત વિસ્તારમાં સવારે એક ઇવીએમ ખોટકાઇ જતાં દોઢ કલાક સુધી મતદાન પ્રક્રિયા ખોરવાઇ ગઇ હતી. આખરે ઇવીએમ બદલી નખાયા બાદ ફરી મતદાન ચાલુ થયુ હતું. કવાંટ નગરની



