ઇખરમાં ક્રિકેટ મેદાન
DVSUR18050 | 11/15/2009 | Author : Bhaskar News, Palej
પાલેજથી પાંચ કિમીના અંતરે આવેલા ઇખર એકસપ્રેસ મુનાફ પટેલના ગામમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને છાજે એવું અંદાજે ૪૦ થી પ૦ લાખના ખર્ચે ગ્રાઉન્ડ આકાર લઇ રહ્યું છે. આયોજક હારૂન હેડીના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં રણજી ક્રિકેટ ઇખરમાં રમાય એવું અમારૂ સ્વપ્ન છે.
મુનાફ પટેલ જેવા ફાસ્ટ બોલર આપનાર નાનકડા ઇખર ગામમા આધુનિક સ્ટેડિયમ આકાર લઇ રહ્યું છે. ક્રિકેટમાં રસ દાખવનાર હારૂન હેડી તેમજ ઇખર ગ્રા.પં. સરપંચ મકબુલભાઇ ઉપરાંત ઉસ્માનભાઇ તેમજ આગેવાનો આ ક્રિકેટરો આંતર રાષ્ટ્રીય ફલક ઉપર ચમકે તેમજ ઇખર ગામમાં રણજી ખેલાડીઓ તેમજ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ રમવા માટે આવે માટે ૪૦ થી પ૦ લાખનું ગ્રાઉન્ડ બનાવવાનું બીડુ ઝડપ્યું છે.
ક્રિકેટ ગ્રાઉન્ડના મુખ્ય આયોજક એવા હારૂન હેડી યુ.કે. ઇલસ્ટેલન તરફથી રમી રહ્યાં છે. જયાં શ્રીલંકાના સનત જયસુર્યા, ઉપરાંત ઇંગ્લેડના સ્ટુઅર્ટ બ્રોડ તેમજ પાકિસ્તાનનો મોહંમદ આસીફ રમી રહ્યો છે. એક સારા વિકેટ કિપર તેમજ બેટસમેન એવા હારૂનાના જણાવ્યા અનુસાર પોતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો સાથે રમવાનો અનુભવ ધરાવે છે. પરંતુ પોતાના ગામમાં આંતર રાષ્ટ્રીય તેમજ ટવેન્ટી - ટવેન્ટી ગુજરાત ઉપરાંત ગુજરાત નોક આઉટ તેમજ રણજી મેચો રમાય એવું સ્થાન સેવી રહ્યાં છે. જેથી પ૦ લાખની માતબર રકમ ખર્ચી ગામના આંતરાષ્ટ્રીય ક્રિકેટને છાજે એવું ગ્રાઉન્ડ ઉભુ કરવા બીડુ ઝડપ્યું છે. ક્રિકેટ ગ્રાઉન્ડનું કામ લગભગ અડધે જઇ અટકી પડતા તેઓ સ્પોન્સરની તલાશ કરી રહ્યાં છે. પંથકના એનઆરઆઇ તેમજ રાજય સરકાર દ્વારા ગ્રાઉન્ડ બનાવવા નાણાંકીય મદદની તેઓ આશા રાખી રહ્યાં છે.
ઇખર ગામમાં આધુનિક સ્ટેડિયમને નાણાંકિય કટોકટીમાંથી બહાર કાઢવા દિવ્ય ભાસ્કર દ્વારા મુનાફ પટેલનો સંર્પક કરાતા તેઓએ જણાવ્યું કે ઇખર ઉપરાંત સમગ્ર ભર...
|
|
More on Entertainment:
ગુજરાતનું ગૌરવ: ભરૂચનો બોડીબિલ્ડર વિશ્વબોડી બિલ્ડિંગ સ્પર્ધામાં
DVBAR61155 | 12/5/2012 12:00:00 AM | Author : J D Chauhan, Vadodara
ગુજરાતનું ગૌરવ: ભરૂચનો બોડીબિલ્ડર વિશ્વબોડી બિલ્ડિંગ સ્પર્ધામાં
DVBAR61158 | 12/5/2012 12:00:00 AM | Author : J D Chauhan, Vadodara
ભારતની બધિર ક્રિકેટ ટીમનો કેમ્પ વડોદરાના આંગણે !
DVBAR61146 | 12/2/2012 12:00:00 AM | Author : Kunal Pethe, Vadodara
આગામી ૧૦મી ડિસેમ્બરથી પાકિસ્તાનમાં રમાનારા બધિર ક્રિકેટ ટીમના એશિયા કપ માટેની ભારતની ટીમનો ટ્રેનિંગ કેમ્પ વડોદરાના આંગણે ચાલુ છે. આ ટીમ એશિયા કપમાં પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને અફઘાનિસ્
વડોદરાના આ લિટલ બેડમિંટન સ્ટાર્સ નેશનલ સ્પર્ધા રમવા આંધ્ર પ્રદેશ જશે
DVBAR61091 | 11/24/2012 12:00:00 AM | Author : Kunal Pethe, Vadodara



