આણંદના થામણા ગામે બાયો પાવર પ્લાન્ટ બનાવાશે!
DVBAR11913 | 6/19/2009 | Author : Bhaskar News, Umreth
રાજ્યમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની પ્રજા વીજ પુરવઠાની અનિયમિતતાને કારણે અવારનવાર રોષની લાગણી પ્રગટ કરતી હોય છે, ત્યારે આણંદમાં અસંખ્ય વિકાસલક્ષી યોજનાઓને કારણે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા થામણા ગામ વીજ પુરવઠાના કકળાટમાંથી કાયમી છુટકારો મેળવવા બાયો પાવર ઓર્ગેનિક પ્રોડ્યુસર પ્લાન્ટ તૈનાત કરવાની દિશામાં કવાયત હાથ ધરી છે.
થામણામાં રૂ. ૧૫ કરોડના ખર્ચે બનનારા સદર પ્લાન્ટનું સંચાલન થામણા હેલ્થ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. થામણા ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રકાન્તભાઈ પટેલના જણાવ્યા મુજબ ગામમાં સને.૨૦૧૦ સુધીમાં બાયો પાવર પ્લાન્ટ કાર્યરત કરી દેવાશે. જેના માઘ્યમથી ૨૨ મેગાવોટ વીજ ઉત્પાદન થઈ શકશે.
રૂ. ૧૫ કરોડના ખર્ચે સાકાર થનારા સદર પ્લાન્ટની ટેકનોલોજી જર્મનીની રહેશે. થામણાથી ઉમરેઠ નગરની મઘ્યમાં સીમ વિસ્તારમાં ઉભા થનારા બાયો પાવર પ્લાન્ટને ધમધમતો રાખવા ૩૦ કિલોમીટર વિસ્તારમાં રહેલા ગ્રામ્ય વિસ્તારોનો કચરો એકત્ર કરાશે. જેમાંથી ૨૨ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. બાયો પાવર પ્લાન્ટ હોઈ વાતાવરણ સ્વચ્છ થવા સાથે મિથેન ગેસની પેદાશ અટકતા ગ્લોબલ વોર્મીગને પણ અટકાવી શકાશે.
ફ્રિજ એન્ડ ડ્રાય પ્રોજેકટ પણ તૈનાત કરાશે
થામણા ગામે બાયો પાવર ઓર્ગેનિક પ્લાન્ટની હાલ વિવિધ સ્તરે કામગીરી હાથ ધરાઈ છે. આ ઉપરાંત થામણા હેલ્થ એન્ડ એજયુકેશન સંસ્થા દ્રારા રૂ. ૧૦ કરોડના ખર્ચે વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ ફ્રિઝ અને ડ્રાયનો પ્રાજેક્ટ પણ બનાવવામાં આવનાર છે. કારણ કે ખેડૂતોમાં શાકભાજી કે અન્ય બાગાયતી પાકની વધુ ઉપજ ટાણે ભાવ ઓછા મળતા હોવાની ફરિયાદ ઉઠતી હોય છે. એથી ખેડૂતોને ભારે આર્થિક ફટકો સહન કરવાનો વારો આવતો હોય છે.
આમ ઉમરેઠ તાલુકામાં ...
|
|
More on Entertainment:
જિલ્લાના ૧૫૦ ગામમાં પાણી પીવાલાયક જ નથી
DVAHM58116 | 4/20/2010 12:00:00 AM | Author : Bhaskar News, Wadhwan
કામદારોના સમર્થનમાં લખતર બંધ
DVAHM58118 | 4/20/2010 12:00:00 AM | Author : Bhaskar News, Lakhtar
બાયોમેડિકલ વેસ્ટના નિકાલના નિયમની ઐસીતૈસી
DVAHM58132 | 4/20/2010 12:00:00 AM | Author : Bhaskar News, Ahmedabad
ગ્લોબલ વોર્મિંગ સમયે આયુર્વેદ રામબાણ
DVSUR20925 | 4/20/2010 12:00:00 AM | Author : Bhakar News, Navsari



